/connect-gujarat/media/media_files/mxy8Z7sl2pALSFOK5uRu.jpg)
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 21 જૂનથી 15 જૂલાઈ, 2025 વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત 16 અન્ય રૂટ પર સેવાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલું ફ્લાઇટ શિડ્યૂલને સ્થિર કરવા અને મુસાફરોને છેલ્લી ઘડીની અસુવિધાથી બચાવવા માટે છે. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક કામચલાઉ નિર્ણય છે અને 15 જૂલાઈ સુધી અમલમાં રહેશે.
ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ જ્યાં ફ્લાઇટ્સ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે તેમાં દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગેટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગેટવિક)નો સમાવેશ થાય છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અન્ય 16 રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવામાં આવી છે.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બે મુખ્ય કારણોસર લેવામાં આવ્યો છે. પ્રથમ બધી ફ્લાઇટ્સ પહેલાં સુરક્ષા ધોરણોની કડક તપાસ માટે સમય આપવો, અને બીજું મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટ્સનો સમયગાળો વધ્યો છે.