Connect Gujarat
દેશ

એર ઈન્ડિયાએ મુસાફરોને રાહત આપી, તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.

એર ઈન્ડિયાએ મુસાફરોને રાહત આપી, તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.
X

એર ઈન્ડિયાએ તેના મુસાફરોને રાહત આપી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં જતી અથવા ત્યાંથી ભારત આવતી ફ્લાઈટ્સ માટે ટિકિટ કેન્સલ કરવા અથવા મુસાફરીની તારીખ બદલવા માટે મુસાફરો પાસેથી ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ જાહેર માહિતી આપી છે કે તે થોડા સમય માટે તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.

ઇઝરાયેલના કેટલાક શહેરો પર હમાસ દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ પછી એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. હવે એરલાઈને તેની ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ ફી નહીં લેવાનો નિર્ણય કરીને હવાઈ મુસાફરોને રાહત આપી છે.

ટાટા ગ્રુપની માલિકીની એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જારી કરીને માહિતી આપી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે તેના ગ્રાહકો કે જેમણે તેની તેલ અવીવની ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી છે તેમની પાસેથી ટિકિટ કેન્સલ અથવા તેના સમયપત્રકમાં કોઈ ફેરફાર થવા પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. એર ઈન્ડિયાએ મંગળવારે કહ્યું કે આ સુવિધા 9 ઓક્ટોબર પહેલા બુક કરાયેલી ટિકિટ પર ઉપલબ્ધ હશે, જેના પર 31 ઓક્ટોબર સુધી મુસાફરી થવાની છે.

Next Story