PM મોદીના સ્વચ્છતા અભિયાન જોડાયા અક્ષય કુમાર, બીચ પર સફાઈ કરી શેર કર્યો ખાસ મેસેજ....

ફોટો શેર કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ માત્ર સ્થળોની સફાઈ વિષે નથી. પરંતુ તે માત્ર મનની ઉપજ છે.

PM મોદીના સ્વચ્છતા અભિયાન જોડાયા અક્ષય કુમાર, બીચ પર સફાઈ કરી શેર કર્યો ખાસ મેસેજ....
New Update

મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે સરકાર દ્વારા સ્વચ્છતા એક જ સેવા અભિયાન ચલાવી રહી છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. તેમની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમના સિવાય અનેક વરિષ્ઠ નેતાઓએ આ અભિયાનમાં ભાગ લીધી હતો અને સફાઈ કામગીરી કરી હતી, ત્યારે તેમાં હવે બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારનું પણ નામ જોડાઈ ગયું છે. તેને હાલમાં જ ફોટા સેર કર્યા હતા. જેમાં તે બીચ પર સફાઈ કરતાં નજરે પડે છે.

ફોટામાં જોઈ શકાય છે કે સફેદ શર્ટ અને બ્લેક કેપરીમાં હાથમાં સાવરણી પકડીને બીચની સફાઈ કરતો નજરે પડે છે. ત્યારે તેના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળે છે. અને તે સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે. ફોટો શેર કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ માત્ર સ્થળોની સફાઈ વિષે નથી. પરંતુ તે માત્ર મનની ઉપજ છે. દેશની બહાર હોવાથી પણ મને સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બનવાથી રોકી શકી નથી. તો આના પર મારે કહેવું છે કે તમે જ્યાં હોવ ત્યાની આતમરી આસપાસની જગ્યાઓ અને તમારા મનને સાફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

#Gandhi Jayanti 2023 #Swachcha Bharat Abhiyan #સ્વચ્છતા અભિયાન #Cleanliness campaign #Akshay Kumar #Gandhi Jayanti #GujaratConnect #અક્ષય કુમાર
Here are a few more articles:
Read the Next Article