/connect-gujarat/media/post_banners/1321d48b9e83c2e1ae63a9311b6678faf0cdd8c7311ee808ce163f61cd49e5ac.webp)
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં માહોલ ખરાબ કરવા અને આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનો કાવતરું ઘડી રહ્યાં છે. આ ક્રમમાં લશ્કર-એ-તોઈબાના કમાન્ડર જુનૈદ અહમદ બટ્ટે પાકિસ્તાનથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે કાશ્મીર આવ્યા બાદ તેણે સ્લીપર સેલના સભ્યો સાથે બેઠક પણ કરી હતી.સેટેલાઇટ ફોન દ્વારા થતી વાતચીતને ઈન્ટરસેપ્ટ કરી હતી. તેમાં ખુલાસો થયો કે પાકિસ્તાનથી જુનૈદ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને 31 માર્ચે કાશ્મીર પહોંચ્યો હતો અને તેના સ્લીપર સેલ સાથે જોડાયેલા સભ્યો સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક કુલગામના નૌબલ ગામમાં એક આતંકીના ઘરે થઈ હતી. તે સમયે મોટા બગીચામાં લશ્કરના સ્લીપર સેલ સાથે સંકળાયેલા 6 લોકો હાજર હતા. જોકે, જુનૈદના સાથીઓની ઓળખ હજુ સુધી છતી થઈ નથી. આતંકીઓની બેઠકની માહિતી ગૃહ મંત્રાલયને આપવામાં આવી છે, ત્યારબાદ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ કરાઈ છે.