આલિયાના નાનાનું 93 વર્ષની વયે નિધન, આલિયાએ શેર કર્યો અનસીન વીડિયો

New Update
આલિયાના નાનાનું 93 વર્ષની વયે નિધન, આલિયાએ શેર કર્યો અનસીન વીડિયો

આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર રાજદાનનું નિધન થઈ ગયું છે. 93 વર્ષની ઉંમરમાં તેમણે ગુરૂવારે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. તેમના માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. બધાને આશા હતી કે તે સાજા થઈને ઘરે પરત ફરશે પરંતુ આમ ન થઈ શક્યું. નાનાની ડેથ પર આલિયાએ એક વીડિયો શેર કરીને તેમને યાદ કર્યા

આલિયા ભટ્ટ પોતાના નાના નરેન્દ્ર રાજદાનના ખૂબ જ નજીક હતી. 93 વર્ષના નરેન્દ્ર રાજદાની જ્યારે તબિયત ખરાબ થઈ તો આલિયાએ પોતાના બધા શેડ્યુલ કેન્સલ કરી તેમની સાથે રહેવાનો નિર્ણય કર્યો. નાનાની ડેથ બાદ એક્ટ્રેસે તેમનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નરેન્દ્ર રાજદાન પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યા છે. તેના સાથે જ તેમણે હંમેશા આલિયાને હસવાની સલાહ આપી.

આલિયાએ વીડિયો શેર કરતા લખ્યું, "93 વર્ષ સુધી ગોલ્ફ રમ્યું, 93 વર્ષની ઉંમર સુધી કામ કર્યું. બેસ્ટ ઓમલેટ બનાવી. સૌથી સારી સ્ટોરીઝ સંભળાવી. વાયલેન વગાડ્યું. પોતાની પૌત્રી સાથે રમ્યા. ક્રિકેટને પ્રેમ કર્યો. સ્કેચિંગથી પ્રેમ કર્યો અને ફેમિલીને પણ ખૂબ જ પ્રેમ કરતા હતા. જીવનના છેલ્લા સમય સુધી પોતાની લાઈફને પ્રેમ કર્યો. મારૂ દિલ દુખથી ભરેલું છે પરંતુ ખુશ છું કે મારા નાના બધાને ખુશીથી જીવવાનું શીખવાડ્યું. આપણે ફરી મળીશું."