ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મેચ UAEમાં યોજાશે, ન્યુટ્રલ વેન્યુ તરીકે દુબઇની પસંદગી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પસંદગી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સૂત્રએ PTIને આ માહિતી આપી

New Update
uae

uae Photograph: (uae)

Advertisment
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પસંદગી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સૂત્રએ PTIને આ માહિતી આપી છે. શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAEના મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કર્યું છે.
જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમિફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ યોજાશે.19 ડિસેમ્બર, ગુરુવારે ICCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમશે. તેમજ પાકિસ્તાની ટીમ 2027 સુધી ભારતમાં યોજાનારી તમામ ટુર્નામેન્ટ માટે ભારત નહીં આવે. તેની મેચ પણ તટસ્થ સ્થળોએ યોજાશે.2025નો મહિલા ODI વર્લ્ડ કપ ભારતમાં, T-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે.
Advertisment
Latest Stories