અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું !

નાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું. કોર્ટ મસ્જિદના રંગકામની માગ કરતી અરજી પર સુનાવણી કરી

New Update
jaama

મંગળવારે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું. કોર્ટ મસ્જિદના રંગકામની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું- જો તેઓ (મુસ્લિમ પક્ષ) તેને મસ્જિદ કહે છે, તો અમે તેને મંદિર કહીશું. રામ મંદિર કેસમાં પણ તેને (બાબરી મસ્જિદ) વિવાદિત માળખું કહેવામાં આવ્યું હતું.

આ પછી, જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે સ્ટેનોને વિવાદિત માળખું શબ્દો લખવા કહ્યું. હવે અલ્હાબાદ હાઈકોર્ટ 10 માર્ચે મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરશે.સુનાવણી દરમિયાન મસ્જિદ સમિતિએ ASI રિપોર્ટ સામે વાંધો વ્યક્ત કર્યો. ASIએ મસ્જિદ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાના જવાબ માટે સમય માંગ્યો. જે બાદ કોર્ટે ASIને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.મસ્જિદ સમિતિનું કહેવું છે કે, મસ્જિદની સફાઈ શરૂ થઈ ગઈ છે, પરંતુ નમાજ માટે સફેદ રંગ કરવાની પણ મંજૂરી આપવી જોઈએ. આ ઉપરાંત, મસ્જિદ સમિતિએ હાઇકોર્ટમાં ASI રિપોર્ટને ફગાવી દેવાની માગ કરી હતી. કહ્યું કે, ASI માલિક નહીં, પણ રક્ષક છે.

Advertisment
Latest Stories