Connect Gujarat
દેશ

અલ્લુ અર્જુન 'પુષ્પા 2’ ફિલ્મની શૂટિંગ દરમિયાન થયો ઘાયલ

અલ્લુ અર્જુન પુષ્પા 2’ ફિલ્મની શૂટિંગ દરમિયાન થયો ઘાયલ
X

સાઉથનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2-ધ રૂલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ શકે છે.

ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, અલ્લુ અર્જુન ફિલ્મની એક મહત્વપૂર્ણ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ કારણે મેકર્સે શૂટિંગ થોડા દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અલ્લુ અર્જુનની ટીમે હિન્દુસ્તાન ટાઈમ્સને આ માહિતી આપી છે.

Next Story