ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે.
ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે કેટલાંક લોકો લાપતા થયા છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. વરસાદને પગલે અનેક જગ્યાઓ પર માટી ધસવાના બનાવો બન્યા છે. તો બીજી તરફ જનપદના નંદા નગરમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવનને અસર પહોંચી છે. કુંતરી ગામમાં વરસાદને કારણે કાટમાળમાં અનેક લોકો દટાયા છે. લાપતા લોકોને શોધવા માટે સ્થળ પર નંદાનગર પોલીસ અને પ્રશાસન ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલત એટલી ભયાવહ છે કે ત્યાં સુધી પહોંચવા માટે પ્રશાસન અને પોલીસની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘટનામાં 7 લોકો લાપતા
આ ઘટના અંગે સ્થાનિક લોકોનુ કહેવુ છે કે કેટલાંક લોકો ઘરમાં ફસાયા છે તો કેટલાક લોકો લાપતા પણ છે. ચમોલીમાં પ્રારંભિક સૂચના અનુસાર નગર પંચાયત નંદાનગરના વોર્ડ કુતિંર લગાફાલીમાં ભારે વરસાદને કારણે કાટમાળ ધસતા 6 મકાન ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 7 લોકો લાપતા થયા છે તો 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંગળવારે પણ રાજધાની દેહરાદૂન સહિત અનેક વિસ્તારોમાં વાદળ ફટવાને કારણે ભારે વરસાદે તબાહી મચાવી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં પૂરના કારણે નદીઓ, ઇમારતો, રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, જેના કારણે 15 લોકો માર્યા ગયા, 16 ગુમ થયા અને લગભગ 900 લોકો ફસાયા.