શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે કરી આગાહી, તાપમાનમાં 3થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં દેશભરમાં કડાકા ઠંડી વચ્ચે હવે નવું વર્ષ આવવાની તૈયારી છે.

New Update
css

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં દેશભરમાં કડાકા ઠંડી વચ્ચે હવે નવું વર્ષ આવવાની તૈયારી છે. તે વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વર્ષના છેલ્લાં દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ પછી તાપમાનમાં 3થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડી વધુ વધશે. 

હવામાન વિભાગે માહિતી આપી છે કે 31 ડિસેમ્બરે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન બગડી શકે છે. દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. વરસાદ બાદ આ વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પણ આગામી કેટલાક દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.રાજધાની દિલ્હીમાં 30 ડિસેમ્બરની સાંજથી વાદળછાયું આકાશ જોવા મળી શકે છે. 31 ડિસેમ્બરે અહીં હળવો વરસાદ પડી શકે છે. વરસાદના કારણે દિલ્હીમાં ઠંડી વધુ વધી જશે. હવામાન વિભાગ મુજબ અહીં મહત્તમ તાપમાન લગભગ 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.

Latest Stories