/connect-gujarat/media/media_files/2025/07/22/amit-shah-bihar-2025-07-22-11-54-31.jpg)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટે મુલાકાતે આવ્યા છે. કુલ અંદાજે ₹1500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શુભારંભ દ્વારા કરવામાં આવશે.
થલતેજ વિસ્તારમાં તૈયાર કરાયેલા 861 આવાસોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી કરશે. આવાસ યોજનાથી સ્થાનિક નાગરિકોને રહેઠાણ સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.સરખેજ વોર્ડમાં વિકસિત કરવામાં આવેલ ઓક્સિજન પાર્કનું પણ લોકાર્પણ આજે અમિત શાહ દ્વારા થશે. શહેરમાં હરીયાળી અને શુદ્ધ હવા માટે આ પાર્ક મહત્વપૂર્ણ સાબિત થશે.વસ્ત્રાપુરમાં નવનિર્મિત નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ પણ આજે કરવામાં આવશે. તળાવના વિકાસથી વિસ્તારના સૌંદર્યમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારું રીક્રિએશન સ્પેસ મળશે.