/connect-gujarat/media/media_files/2025/11/19/lakhi-2025-11-19-09-48-53.jpg)
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીના ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણજીત નગર પુલ પર શિમલા જઈ રહેલી એક મીની બસની સામેથી આવી રહેલી બીજી બસ સાથે અથડાઈ હતી. જેથી બંને બસોમાં મુસાફરી કરી રહેલા લગભગ 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક નેપાળી મહિલાનું મોત થયું હતું.
લખીમપુર ખેરીના ઇસાનગર વિસ્તારમાં મંગળવારે બપોરે એક એવો અકસ્માત બન્યો કે પુલ પર ભયનો માહોલ ફેલાઈ ગયો. શિમલા જતી મીની બસ અને લખનૌથી ધૌરહરા પરત આવતી ખાનગી બસ વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે બંને બસોના મુસાફરો ચીસો પાડી ઉઠ્યા. ઘટનામાં 35થી વધુ લોકો ઘાયલ અને એક નેપાળી મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું.
ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રણજીત નગર પુલ પર અકસ્માત ત્યારે થયો જ્યારે રુપૈડિયા, બહરાઈચ અને શ્રાવસ્તીના મુસાફરોને લઈ શિમલા જતી એક મીની બસ સામેથી આવી રહેલી લખનૌથી ધૌરહરા પરત ફરતી ખાનગી બસ સાથે સીધી અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયાનક હતી કે બંને બસોના આગળના ભાગના કૂચડા વળી ગયા હતા અને મુસાફરોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને પોલીસને મોટા પ્રયત્નો કરવા પડ્યા.અકસ્માતમાં કુલ 35 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 23ની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું.