આકાશમાં જોવા મળી ખગોળીય ઘટના,એક જ લાઈનમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ જોવા મળ્યાં

આકાશમાં જોવા મળી ખગોળીય ઘટના,એક જ લાઈનમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ જોવા મળ્યાં
New Update

હિંમતનગરમાં આકાશમાં અનોખી ખગોળીય ઘટના જોવા મળી હતી. આવી ઘટના ક્યારેય જોવા મળી નથી. તો ચંદ્ર, ગુરુ અને શુક્ર એક લાઈનમાં જોવા મળતાં આ ઘટનાના ફોટો સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા અને સૌ કોઈએ આકાશ તરફ નજર નાખીને આ ઘટના નિહાળી હતી. દરેકે સ્ટેટ્સમાં ઘટનાના ફોટો પણ મૂકી દીધા હતા. ખબર પડતા સૌ એક પછી એક ઘરેથી આકાશ તરફ જોવા લાગ્યા હતા. આજે ગુરુવારને ફાગણ સુદ ચોથ એટલે વિનાયકી ચતુર્થી છે. ત્યારે સાંજે 6:37 વાગ્યે સુર્યાસ્ત થયા બાદ આકાશમાં ચંદ્રોદય થયો હતો અને ચંદ્ર નીચે ગુરુ અને તેની નીચે શુક્ર આ એક લાઈનમાં જોવા મળ્યા હતા. જેને લઈને શહેરીજનોમાં કૌતુક લાગ્યું હતું અને સૌ કોઈ આકાશ તરફ નજર કરીને આ ઘટના નિહાળી હતી. તો ઘટનાના ફોટા પણ યાદગીરી રૂપે ક્લિક કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને સ્ટેટસ પર મુક્યા હતા.

ચંદોદય બાદ 123 મિનીટ બાદ એટલે કે 8:40 મીનીટે આકાશમાં એક લાઈનમાં દેખાતા ચંદ્ર, ગુરુ અને શુક્રમાંથી શુક્ર દેખાતો બંધ થયો હતો. તો સુર્યાસ્ત બાદ આકાશમાં 143 મિનીટે અને શુક્ર દેખાતો બંધ થયાને 20 મીનીટે એટલે નવ વાગે ગુરુ દેખાતો બંધ થયો હતો. આકાશમાં આ સમગ્ર ખગોળીય ઘટના 6:37એ સુર્યાસ્ત સુરાસ્ત થયા બાદ શરુ થઇ હતી અને 143 મિનીટ એટલે કે બે કલાકથી વધુ સમય સુધી એટલે નવ વાગા સુધી જોવા મળી હતી. તો આ એક લાઈનમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર એક લાઈનમાં આકાશમાં જોવા મળ્યા બાદ ધીરે ધીરે ઉપરથી નીચે તરફ આવ્યા હતા અને એક બાદ એક સમયાંતરે બે ગ્રહો દેખાવના બંધ થયા હતા. તો ચંદ્ર પણ નીચેની તરફ આવતા દેખાવા લાગ્યો હતો. 9:30 વાગે તો ચંદ્ર પણ દેખાતો બંધ થઇ ગયો હતો.આમ 6:37 બાદ એક લાઈનમાં દેખાતા ચંદ્ર, ગુરુ અને શુક્ર એક પછી એક દેખાતા બંધ થયા હતા. તો આ અંગે ઈડરના બડોલીના ખગોળીય ઘટનામાં રસ ધરાવનાર અને માહિતી એકઠી કરી સૌને જાણકારી આપનાર બહેચર પ્રજાપતિ અને દીકરી હેલી પ્રજાપતિએ પણ આ અવકાશી ખગોળીય ઘટના નિહાળી હતી. તેમણે પણ સોશ્યલ મીડિયા અને વેબમાં સર્ચ કરી આ ઘટના વિષે તપાસ કરી હતી તો અવકાશમાં આવી અલગ અલગ ઘટના તમને સુર્યાસ્ત બાદ 1 માર્ચ સુધી દેખવા મળી શકે છે.

#Gujarat #ConnectGujarat #Moon #Venus #Jupiter #phenomenon #astronomical
Here are a few more articles:
Read the Next Article