Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં થયું એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, એક પોલીસકર્મી પણ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં થયું એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, એક પોલીસકર્મી પણ ઘાયલ
X

જમ્મુ અને કાશ્મીરમાંથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ અહીં મોટી અથડામણ થઇ છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ચાસના નજીક સોમવારે (4 સપ્ટેમ્બર) સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અત્યાર સુધીમાં એક આતંકી ઠાર મરાયો છે, તેમજ એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.

એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે પોલીસને સોમવારે બે આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. જેના આધારે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ચાસણાના તુલી વિસ્તારમાં ગલી સોહેબમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સેના ઓપરેશન ચલાવી રહી છે. એક આતંકવાદી માર્યો ગયો છે. ઘેલા પોલીસકર્મીને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

Next Story