/connect-gujarat/media/post_banners/5d03b87f0f8f314f681f69a784cf93e0d484b7a2a9130c5d2cd0b861b37b735a.jpg)
માંજલપુર સુબોધનગર સોસાયટીની ચકચારી ઘટના
મકાનમાં પંખા સાથે લટકતો સગીરનો મૃતદેહ મળ્યો
શ્વાનને બાંધવાના પટ્ટાથી હત્યાનો પરિવારનો આક્ષેપ
તાબિલાનીઓ તેમની ક્રુરતાના કારણે દુનિયાભરમાં જાણીતા છે. પરંતુ વડોદરામાં આજે એવી ઘટના બની જે કદાચ તાલિબાનીઓને પણ શરમાવે તેવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સુબોધનગર સોસાયટીના મકાનમાંથી 15 વર્ષિય સગીરનો મૃતદેહ શ્વાનને બાંધવામાં આવતા પટ્ટા વડે લટકાવેલો મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મકાન માલિકને પણ શંકાના દાયરામાં રાખ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મૃકત સગીર અને તેની માતા મકાન માલિકને ત્યાં કામ કરતા હતા. અગાઉ મકાન માલિકે મહિલાને જરૂર પડ્યે પૈસાની મદદ પુરી પાડી હતી. ત્યાર બાદથી મકાન માલિક દ્વારા માતા-પુત્ર પર અવાર નવાર દબાણ લાવવામાં આવતું હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી, ત્યારે હાલ તો, આ મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.