બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી, ત્રણ મજૂરોના મોત

કર્ણાટકમાં સતત વરસાદની અસર હવે દેખાઈ રહી છે. આ વરસાદને કારણે બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ.

begluru 2
New Update

કર્ણાટકમાં સતત વરસાદની અસર હવે દેખાઈ રહી છે. આ વરસાદને કારણે બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર 20થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ડિઝાસ્ટર રિલીફ ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આમાંથી ત્રણ મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા. બિલ્ડિંગના કાટમાળમાંથી ત્રણ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે 17થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રિલીફ ટીમે જેસીબીની મદદથી મોટા પાયે રાહત કાર્ય શરૂ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કાટમાળ નીચેથી અવાજો આવી રહ્યા હોવાથી અંદર ફસાયેલા લોકો જીવિત હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત મંગળવારે બપોરે થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રિલીફ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું.

#Bengaluru #laborers #building collapsed
Here are a few more articles:
Read the Next Article