અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંકશન પૂર્ણ:રાધિકાએ અનંત માટે ડાન્સ કર્યો, નીતા અંબાણીના ભરતનાટ્યમે ચકિત કર્યા

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંકશન પૂર્ણ:રાધિકાએ અનંત માટે ડાન્સ કર્યો, નીતા અંબાણીના ભરતનાટ્યમે ચકિત કર્યા
New Update

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ફંકશનના ત્રીજા અને અંતિમ દિવસે હસ્તાક્ષર સમારોહ અને મહા આરતી કરવામાં આવી હતી. આ ઉજવણી 1 માર્ચથી શરૂ થઈ હતી, જેમાં ગાયિકા રિહાન્નાએ અંબાણી પરિવારની સ્પીચ બાદ પર્ફોર્મ કર્યું હતું. બીજા દિવસે બપોરે મહેમાનોને વનતારાની મુલાકાત કરાવવામાં આવી હતી.

ત્યારબાદ રાત્રે બોલિવૂડ સેલેબ્સ અને અંબાણી પરિવારે પર્ફોર્મ કર્યું હતું.જે બાદ ત્રીજા દિવસે બપોરે અંબાણી પરિવારે વનતારા ખાતે મહેમાનો માટે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, એકોન, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ અને ઉદિત નારાયણ સહિતના કલાકારોએ સાંજે પર્ફોર્મ કર્યું હતું. અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટે અનંત માટે ડાન્સમાં એન્ટ્રી કરી હતી, જ્યારે નીતા અંબાણીએ પણ તમામ મહેમાનો સાથે ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.હસ્તાક્ષર અને મહાઆરતી સેરેમની પહેલા નીતા અંબાણીએ ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે આ ઇવેન્ટ માટે હેન્ડલૂમ કાંચીપુરમ સાડી પસંદ કરી. આ સાડી દક્ષિણ ભારતના સ્થાનિક વણકરો દ્વારા વણવામાં આવી છે.

#India #ConnectGujarat #complete #Anant Radhika #pre-wedding function #Nita Ambani #Bharatanatyam
Here are a few more articles:
Read the Next Article