અંકલેશ્વર : પ્રતિન ચોકડી વિસ્તારમાં દુકાનદાર પર 2 ઇસમોનો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો માર માર્યો હોવાની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

New Update
MixCollage-12-Aug-2025-08-39-PM-4418

અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો માર માર્યો હોવાની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

https://www.instagram.com/reel/DNQc9k1pgnU/?utm_source=ig_web_copy_link&igsh=MWJjMWJjYW40azAybA== 

અંકલેશ્વરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસની બીક રહી નહીં હોય તે રીતે એક વેપારીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ રામેશ્વર ફેન્સી દુકાનમાં વેપારીને અજાણ્યા બે ઈસમો અચાનક  ઝઘડો કરી મારમાર્યો હતો.આ મારામારીમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જેમાં બે ઈસમો દુકાનમાં પ્રવેશી દુકાનદાર ઉપર તૂટી પડી તેને માર મારી રહ્યા છે.બનાવ અંગેની જાણ વેપારીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.આ મામલામાં સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories