આમલખડીમાં ઠાલવવામાં આવ્યું હતું માછલીનું બિયારણ
ઢગલો મૃત માછલા નજરે પડતા ઉઠી હતી ફરિયાદ
પ્રદુષિત પાણીમાં માછલા મરી ગયા હોવાની ઉઠી હતી ફરિયાદ
જીપીસીબી દ્વારા કરવામાં આવી હતી સ્થળ તપાસ
માછલીનું બિયારણ ઠાલવવામાં આવ્યું હતું
નોટીફાઈડ દ્વારા ખાડીમાંથી બિયારણ બહાર કઢાયું
અંકલેશ્વરમાં આમલાખાડીમાં કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા.જેના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તાકીદ બાદ નોટીફાઈડ વિભાગ દ્વારા ફાયર વિભાગની મદદ લઇ ખાડી માંથી 15 થી વધુ બેગ મૃત માછલી બહાર કાઢવામાં આવી હતી.
અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો દ્વારા મીણીયા કોથળાઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી.જેને લઇ દૂષિત પાણીમાં એક તબક્કે માછલાના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.જો કે જીપીસીબી દ્વારા સ્થળ તપાસમાં કોથળામાં રહેલા માછલાના બિયારણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.અને આમલાખાડીની ઉપરના તર પર વહેતા થતા ઘટના સામે આવી હતી.ઘટના અંગે જીપીસીબી દ્વારા નોટીફાઈડ વિભાગને તાકીદ કરી ખાડી માં જ્યાં માછલા મૃત પામ્યા હતા,ત્યાંથી કોથળા સહિત મૃત માછલીઓ કાઢી લેવાની સૂચના આપી હતી.અને અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જેસીબીની મદદ લઇ ફાયર વિભાગને સાથે રાખી મૃત માછલીઓના કોથળા બહાર કાઢ્યા હતા. અંદાજે 15થી વધુ કોથળા ભરેલ મૃત માછલા નીકળ્યા હતા.જેને સુરક્ષિત રીતે નોટીફાઈડ દ્વારા અન્યત્ર ખસેડી પર્યાવરણની જાળવણી સાથે નિકાલની કવાયત શરૂ કરી હતી.