New Update
વૈશ્વિક ફ્લક પર યુદ્ધની પરિસ્થિતિ
ખાડી દેશોમાં યુદ્ધ જેવો માહોલ
ક્રૂડ ઓઈલના ભાવમમાં વધારો
અંકલેશ્વરના ઉદ્યોગકારો ચિંતિત
પ્રોડક્શન પર અસર થવાની શક્યતા
અમેરિકા અને ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અસર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર જોવા મળી શકે છે.ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા તેની અસર પ્રોડકશન સાથે ટ્રાન્સપોર્ટેશન પર પણ થઈ શકે છે.
અમેરિકા અને ઈઝરાઇલે ઇરાન પર કરેલાં હુમલાની અસર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર પડી શકે છે. ઈરાન સહિતના ખાડી દેશો વિશ્વની ખનીજતેલની જરૂરિયાત પૂર્ણ કરે છે ત્યારે આગામી દિવસોમાં ખનીજતેલના ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે. આ યુધ્ધ લાંબુ ચાલશે તો અંકલેશ્વરના ઉદ્યોગોમાંથી આયાત અને નિકાસ 25 થી 30 ટકા જેટલી ઘટવાની સંભાવના છે.અમેરિકા સાથે ટ્રેડ ડિલ બાદ રશિયા અને વેનેઝુએલાથી આવતો ક્રૂડ ઓઈલનો જથ્થો ઓછો થઈ ગયો છે. આ ઉપરાંત ભારત ઇરાન પાસેથી પણ ખનીજતેલની ખરીદી કરે છે. ઇરાને હવે હોમુર્ઝની ખાડીવાળો દરિયાઈ માર્ગ બંધ કરીને ઓઇલ ટેન્કરોને મધદરિયે રોકી દીધાં છે. ખનીજતેલની માગની સામે જથ્થો ઓછો થઇ જતાં આગામી દિવસોમાં તેના ભાવ વધવાની સંભાવના છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં આવેલાં ફાર્મા, બલ્ક ડ્રગ્સ, એગ્રો તથા પેટ્રો કેમિકલના ઉદ્યોગો પર અસર થઈ શકે છે.
ઇરાન અને ઈઝરાઈલ વચ્ચે યુધ્ધ લાંબુ ચાલશે તો ખનીજ તેલની સાથે તેની બાય પ્રોડકટના ભાવ પણ ભડકે બળશે. રો- મટીરીયલ મોંઘુ થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે. જેની સીધી અસર ભરૂચ જિલ્લામાંથી થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના મતે આયાત અને નિકાસમાં 25 થી 30 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.
Latest Stories