New Update
અંકલેશ્વરના વેપારીએ સોનાના ઘરેણા ગીરવે મૂકી ૪.૩૦ લાખ વ્યાજે લીધા બાદ ૮થી ૯ લાખ ચૂકવી દીધા હોવા છતાં સોની બાપ-દીકરાએ વધુ વ્યાજ માંગી ઘરેણા પરત નહિ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મધુબન સોસાયટીમાં રહેતા માંગીલાલ ગૌરી શંકર રાવલ પ્રતિન વિસ્તારમાં પ્રીત મ્યુઝીક નામની ઈલેકટ્રોનિકસ દુકાન ધરાવે છે. જેઓએ વર્ષ-૨૦૧૪માં ધંધા અર્થે રૂપિયાની જરૂર હોવાથી ચોકસી બજારમાં રહેતા દિલીપ ઉર્ફે ભીખુ શાંતિલાલ ચોકસી પાસે પોતાના ઘરેણા ગીરવે મૂકી ૪.૩૦ લાખ વ્યાજે લીધા હતા.
જે બાદ તેઓએ ૮થી ૯ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને સોની પાસે પોતાના ઘરેણા પરત માંગતા સોની દિલીપ ચોકસી અને તેના પુત્ર ચિરાગ ચોકસીએ ૧૨ લાખ આપી ઘરેણા લઇ જવા કહી ફરી આવશો તો હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. બંને પિતા-પુત્ર નાણા ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં ઘરેણા ગીરો લઇ ધમકી આપતા હોવા અંગેની ફરિયાદ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે
Latest Stories