Connect Gujarat
દેશ

દેશમાં વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલના દુર્ગમ અને ગાઢ જંગલોની વચ્ચે લશ્કરનું ચિતા હેલિકોપ્ટર થયું ક્રેશ

હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે દુર્ગમ અને ગાઢ જંગલોથી છવાયેલો વિસ્તાર છે.

દેશમાં વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલના દુર્ગમ અને ગાઢ જંગલોની વચ્ચે લશ્કરનું ચિતા હેલિકોપ્ટર થયું ક્રેશ
X

અરુણાચલ પ્રદેશમાં સેનાનું એક હેલિકોપ્ટર 'ચિત્તા' ક્રેશ થયું છે. સમાચાર અનુસાર આજે સવારે લગભગ 09:15 વાગ્યે આ હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં તે બોમડિલાની પશ્ચિમે આવેલા મંડલા નજીક ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી. ત્યારે હાલ તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અરુણાચલના બોમડિલાની પશ્ચિમે આવેલા મંડલા પાસે ચિતા હેલિકોપ્ક્રેટર ક્રેશ થયાં બાદ 2 પાયલટની શોધખોળ શરુ કરવામાં આવી હતી. આર્મીના હેલિકોપ્ટર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે દુર્ગમ અને ગાઢ જંગલોથી છવાયેલો વિસ્તાર છે.

Next Story