/connect-gujarat/media/media_files/2025/02/13/8MnzLtJKIywTCptjaXS8.jpg)
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં LOC પાસે ફરીથી ઘુસણખોરીની કોશિશ કરવામાં આવી હતી.
પાકિસ્તાન તરફથી પહેલા ગોળીબાર શરૂ થયો હતો, જેને જોઈને ભારતીય સેના તરત જ એલર્ટ બની ગઈ હતી. ત્યારબાદ દુશ્મનોની ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી.
સેના દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ઓપરેશન દરમિયાન અત્યારસુધીમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે કારણ કે વધુ આતંકવાદીઓ છૂપાઈ ગયા હોવાની આશંકા છે. છેલ્લા કેટલાંક સમયથી LOC પર ઘુસણખોરીની ઘટનાઓ વધી રહી છે. ગુરેજ સેક્ટર સિવાય થોડા દિવસ પહેલાં ઉડી સેક્ટરમાં પણ આતંકવાદીઓ ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ ભારતીય સેનાએ તેમનો ઈરાદો નિષ્ફળ બનાવ્યો હતો. બંને વિસ્તારોમાં હાલ પણ તલાશી અભિયાન ચાલી રહ્યું છે.