Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરમાં જવાનની ગોળીથી અન્ય જવાનનું મોત, એક ઘાયલ, આરોપી કસ્ટડીમાં....

જમ્મુ-કાશ્મીરમાં જવાનની ગોળીથી અન્ય જવાનનું મોત, એક ઘાયલ, આરોપી કસ્ટડીમાં....
X

રવિવાર, 17 સપ્ટેમ્બરના રોજ, જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં, સેનાના એક જવાને આકસ્મિક રીતે તેની સર્વિસ રાઈફલમાંથી ફાયરિંગ થયું હતું. જેના કારણે એક જવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સાથી જવાન ઘાયલ થયો હતો.

બાંદીપોરા જિલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર ઘટનાની માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો 14 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પનો છે. અહીં ઘણા સૈનિકો લોડેડ બંદૂકો સાથે તૈનાત હતા. રવિવારે કેમ્પમાં એક સૈનિકની રાઈફલ ભૂલથી જમીન પર પડી ગઈ હતી. આ પછી ફાયરિંગ થયું અને બે જવાનોને ગોળી વાગી. સાથી જવાનોએ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય એકની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રોટોકોલ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ, કેમ્પમાં હાજર અન્ય સૈનિકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી સમજી શકાય કે આ ઘટના કેવી રીતે બની.

Next Story