આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને અપાયું ગાર્ડ ઑનર,ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મીના નવા વડા તરીકે ચાર્જ સંભાળ્યો

દેશ | સમાચાર : આર્મી ચીફ જનરલ મનોજ પાંડે નિવૃત્ત થઈ રહ્યા છે. કામકાજના છેલ્લા દિવસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ 26 મહિના સુધી આર્મી ચીફ રહ્યા.

New Update
new Army Chief

આર્મી ચીફ જનરલ મનોજ પાંડે નિવૃત્ત થઈ રહ્યા છે. કામકાજના છેલ્લા દિવસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ 26 મહિના સુધી આર્મી ચીફ રહ્યા. તેમના સ્થાને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ  ચાર્જ સંભાળ્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી 30માં આર્મી ચીફ છે. તેમણે 19 ફેબ્રુઆરીના રોજ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 11 જૂનની રાત્રે સરકારે તેમને આર્મી ચીફ બનાવવાની જાહેરાત કરી હતી.અગાઉ તેઓ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, નોર્ધન આર્મી કમાન્ડર, ડીજી ઇન્ફન્ટ્રી અને સેનામાં અન્ય ઘણા કમાન્ડના વડા તરીકે દેશની સેવા આપી ચૂક્યા છે.

Latest Stories