જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સેનાએ 5 ઘુષણખોરોને ઠાર કર્યા !

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ 4- 5 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા. જોકે, આ અંગે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

New Update
jaamu

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ 4- 5 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા. જોકે, આ અંગે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Advertisment

આ ઘટના મંગળવારે સાંજે પૂંછમાં નિયંત્રણ રેખા (LoC) પર કૃષ્ણા ઘાટી સેક્ટરના આગળના વિસ્તારમાં બની હતી.LoC નજીક આવેલા વિસ્તારમાં 3 માઈન બ્લાસ્ટ થયા હતા અને પાકિસ્તાન તરફથી પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં 4 થી 5 ઘુસણખોરો માર્યા ગયા હતા.ગોળીબાર અને વિસ્ફોટ અંગે દિવ્ય ભાસ્કરે સેના સાથે વાત કરી. સેનાએ કહ્યું: 1 એપ્રિલના રોજ, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. આના કારણે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં માઈન બ્લાસ્ટ થયો. પાકિસ્તાની સેનાએ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો અને યુદ્ધવિરામનો ભંગ કર્યો.સેનાએ કહ્યું - અમારા જવાનોએ ગોળીબારનો જવાબ આપ્યો. પરિસ્થિતિ કાબુમાં છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાએ LoC પર શાંતિ જાળવવા માટે વર્ષ 2021 ના ​​DGSMO કરારને જાળવી રાખવાની અપીલ કરી છે.

Advertisment
Latest Stories