જમ્મુ કશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, 6 આતંકી ઠાર- 2 જવાન શહીદ

દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં રવિવારે (7 જુલાઈ) સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે. મુદરધમ અને ચિનીગામ ફ્રિસલમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓને કર્યા ઠાર

New Update
jammu

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં રવિવારે (7 જુલાઈ) સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે. મુદરધમ અને ચિનીગામ ફ્રિસલમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બે જવાનો પણ શહીદ થયા છે. મુદરધમમાં બે-ત્રણ આતંકવાદીઓ અને ચિનીગામ ફ્રિસલમાં વધુ એક આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ વિસ્તારમાં રવિવારે સવારે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. જવાનોએ જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકીઓ ગાઢ જંગલમાંથી ભાગી ગયા હતા.

Latest Stories