લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

New Update
દેશના રાજકારણમાં ભૂકંપ, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ ગુરૂવારે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી,

EDએ કેજરીવાલની ધરપકડના કારણોને સમજાવતા કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે આરોપી (કેજરીવાલ)ની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેમને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે કોર્ટ સમક્ષ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જ્યારે કોર્ટે 6 દિવસના એટલે કે, 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

Latest Stories