Connect Gujarat
દેશ

અરવિંદ કેજરીવાલની ધરપકડ- રિમાન્ડ કેસમાં આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી

અરવિંદ કેજરીવાલની ધરપકડ- રિમાન્ડ કેસમાં આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી
X

મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેંચ સવારે 10 વાગ્યાથી આ કેસની સુનાવણી કરશે.કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. બીજા જ દિવસે ટ્રાયલ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આ પછી આમ આદમી પાર્ટી તરફથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ ગેરકાયદે છે. તેઓ તાત્કાલિક મુક્ત થવાને લાયક છે. અરજીમાં 24 માર્ચ સુધીમાં સુનાવણીની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે હોળીના કારણે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.કેજરીવાલે પણ તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સુનાવણી પહેલા જ અરજી પાછી ખેંચી લીધી હતી.

Next Story