અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં આજે સુનવણી

New Update
અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં આજે સુનવણી

શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી તેમને રાહત મળશે? આ અંગે આજે નિર્ણય લેવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2.30 વાગ્યે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ તેમની (કેજરીવાલની) અરજી પર ચુકાદો આપશે. આ પહેલા હાઈકોર્ટે 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલી સતત વધી રહી છે. તેઓ વિરૂદ્ધ EDએ જે આરોપ લગાવ્યા તે ગંભીર હતા અને ત્યારબાદ પુછપરછ સંદર્ભે રિમાન્ડ મંજૂર થયા હતા.