New Update
/connect-gujarat/media/post_banners/78dc77b08a4aa90d87196ae0f4d108ae95cb52dfadc7845f6222aebc970ab26c.webp)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ ગુરુવારે વધુ એક વીડિયો સંદેશ જાહેર કર્યો. જોકે, આ વખતે વીડિયોના બેકગ્રાઉન્ડમાં અરવિંદની તસવીર જોઈને વિવાદ ઊભો થયો હતો. દિલ્હીના સીએમનો ફોટો ભગત સિંહ અને બીઆર આંબેડકર સાથે હતો.જેનો ભાજપે વિરોધ કર્યો હતો.
દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ X પર લખ્યું, ભગતસિંહજી અને બાબા સાહેબ આંબેડકરજી વચ્ચે કટ્ટર ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલનો ફોટો મૂકવો અત્યંત ખેદજનક છે. પહેલા પતિ કેમેરા સામે જૂઠું બોલતા હતા. હવે જ્યારે તે જેલમાં છે ત્યારે તેમની પત્ની ખોટું બોલી રહી છે. જનતા તમારાથી ગેરમાર્ગે દોરાશે નહીં.બીજી તરફ AAP નેતા આતિશીએ કહ્યું કે, કેજરીવાલ આજે ભાજપની તાનાશાહી સામે ચાલી રહેલા સંઘર્ષના પ્રતીક છે અને તેમની તસવીર આ વાતનો પુરાવો છે.
Latest Stories