ચૂંટણી પૂર્ણ થતા જ મણિપુરમાં ફરી હિંસા ફાટી નિકળી,કરફ્યુ લાગવાયો

લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ એનઆઈએએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે. બીજી તરફ, ગુરુવારે મોડી સાંજે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા મેઇતેઈના એક વૃદ્ધના અપહરણ

New Update
મણિપુર

લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ એનઆઈએએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે. બીજી તરફ, ગુરુવારે મોડી સાંજે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા મેઇતેઈના એક વૃદ્ધના અપહરણ અને હત્યાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસા અને આગચંપી બાદ જીરીબામ જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

મેઈતેઈ લોકોને ઘર છોડીને શાળાઓમાં આશ્રય લેવાની ફરજ પડી છે. એનઆઈએએ જણાવ્યું છે કે મણિપુર હિંસાના મુખ્ય સૂત્રધાર થોંગમિન્થાંગ હાઓકીપ ઉર્ફે થાંગબોઈ હાઓકીપ ઉર્ફે રોજર (કેએનએફ-એમસી)ની 6 જૂને ઇમ્ફાલ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. એનઆઈએએ ગયા વર્ષે 18 જુલાઈના રોજ તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને યુએ (પી) હેઠળ કેસ નોંધ્યો હતો.

Latest Stories