/connect-gujarat/media/post_banners/796cef090b3a90d026c4d74cab21af85a36999a0f10c249664dbf2ddbe259502.webp)
દેશમાં કોરોના ઘટી રહેલા કેસોને પગલે હવે સરકારે હવાઈ પ્રવાસીઓને એક મોટી રાહત આપી છે. અત્યાર સુધી તો વિમાનમાં મુસાફરી કરનાર લોકો માટે વિમાનમાં માસ્ક પહેરી રાખવું ફરજિયાત હતું પરંતુ હવે સરકારે નિયમ દૂર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ કોરોના નવાયરસના કેસોની ઘટતી સંખ્યા વચ્ચે મુસાફરો હવાઈ સફરમાં માસ્ક પહેરી રાખે તો વધારે સારુ. નિર્ધારિત એરલાઇન્સને મોકલેલા સંદેશામાં, મંત્રાલયે જણાવ્યું હતું કે હવેથી ફક્ત ફ્લાઈટ એવા કિસ્સામાં મુસાફરોને ફરજિયાત માસ્ક પહેરવો આગ્રહ રાખશે કે જેમાં તેને કોરોનાનો ખતરો લાગતો હોય.
સરકારે નિયમ હટાવ્યો હોવાથી હવેથી મુસાફરો માસ્ક પહેર્યાં વગર વિમાનમાં મુસાફરી કરી શકશે. અત્યાર સુધી તો માસ્ક વગર પ્રવાસ કરનાર મુસાફરને વિમાનમાં બેસાડવામાં આવતા નહોતા કે તેમની પાસેથી મોટો દંડ લેવામાં આવતો હતો.
દેશમાં હાલમાં કોરોના કેસ ઢલાન પર છે અને તેથી સરકારે એક મોટા નિયમમાં છૂટ આપી છે. લોકો પણ હવે કોરોનાના ખૌફમાંથી બહાર આવ્યાં છે અને સામાન્ય જિંદગી જીવવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં બીજા નિયમોમાં પણ છૂટ મળી શકે છે.