Asia Cup 2025 : એશિયા કપ માટે 7 દેશોએ કરી ટીમની કરી જાહેરાત

એશિયા કપ શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે.  એશિયન ક્રિકેટનો આ મેગા ઇવેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEના અબુ ધાબીમાં યોજાશે. આ વખતે

New Update
Asia-Cup-2025

એશિયા કપ શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે. એશિયન ક્રિકેટનો આ મેગા ઇવેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEના અબુ ધાબીમાં યોજાશે.

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઓમાન, UAE અને હોંગકોંગની ટીમો શામેલ છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અત્યાર સુધીમાં, સાત દેશોએ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તમામની સ્ક્વોડ અહીં જુઓ. 

2025 એશિયા કપ માટે શ્રીલંકાની ટીમ- ચરિત અસાલંકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કામિલ મિશારા, દાસુન શનાકા, કામિંદુ મેન્ડિસ, વાનિંદુ હસરંગા, નુવાનિંદુ ફર્નાન્ડો, ડુનિથ વેલ્લાલાગે, ચમિકા કરુણારત્ને, મહિષ તીક્ષણા, મથિશા પથિરાના, નુવાન તુષારા, દુષ્મંથા ચમીરા અને બિનુરા ફર્નાન્ડો.

2025 એશિયા કપ માટે UAEની ટીમ- ટીમની જાહેરાત કરવાની બાકી છે (છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે)

2025 એશિયા કપ માટે ભારતીય ટીમ- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

2025 એશિયા કપ માટેની પાકિસ્તાનની ટીમ- સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, ફહીમ અશરફ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, ફખર જમાન, હારીસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, શાહીન અફ્રીદી અને સુફિયાન મોકિમ. 

2025 એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ- રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગજનફર,નૂર અહેમદ, ફરીદ મલિક, નવીન ઉલ હક અને ફઝલહક ફારુકી.

2025 એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ- લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, જેકર અલી અનીક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શક મહેદી હસન, રિશદ હુસૈન, નસુમ અહમદ, મુસ્તફિઝુર રહેમાન,તંજીમ હસન સાકિબ, તસ્કીન અહમદ, શોરફુલ ઈસ્લામ અને સૈફુદ્દીન.

2025 એશિયા કપ માટે હોંગકોંગની ટીમ- યાસિમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝાકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમાન રથ, કલ્હણ માર્ક ચલ્લુ, આયુષ આશિષ શુક્લા, મોહમ્મદ એઝાઝ ખાન, અતીક-ઉલ-રહેમાન ઈકબાલ, કિંચિત શાહ, આદિલ  મહમૂદ, હારુન મોહમૂદ, અરશધ, અલી  હસન,  શાહિદ વાસિફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વાહીદ, અનસ ખાન અને એહસાન ખાન.

2025 એશિયા કપ માટે ઓમાનની ટીમ- જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરણ સોનાવલે, જિક્રિયા ઈસ્લામ, હસનૈન શાહ, ફૈસલ શાહ, મુહમદ ઈમરાન,  નદીમ ખાન, શકીલ અહમદ અને સમય શ્રીવાસ્તવ. 

એશિયા કપ 2025 સંપૂર્ણ શેડ્યૂલ

લીગ સ્ટેજ મેચો

9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ - સાંજે 7.30 - અબુ ધાબી
10 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ યુએઈ - સાંજે 7.30 - દુબઈ
11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ હોંગકોંગ - સાંજે 7.30 - અબુ ધાબી
12 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિરુદ્ધ ઓમાન - સાંજે 7.30 - દુબઈ
13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - સાંજે 7.30 - અબુ ધાબી
14 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - સાંજે 7.30 - દુબઈ
15 સપ્ટેમ્બર: યુએઈ વિરુદ્ધ ઓમાન - સાંજે 5.30 - અબુ ધાબી
15 સપ્ટેમ્બર: શ્રીલંકા વિરુદ્ધ હોંગકોંગ - સાંજે 7.30 - દુબઈ
16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન - સાંજે 7.30 - અબુ ધાબી
17 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ - સાંજે 7.30 - દુબઈ
18 સપ્ટેમ્બર: શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - સાંજે 7.30 - અબુ ધાબી

19 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ ઓમાન - સાંજે 7.30  - અબુ ધાબી

સુપર-4 રાઉન્ડ મેચો

20 સપ્ટેમ્બર: B1 વિરુદ્ધ B2 – સાંજે 7.30 વાગ્યે – દુબઈ
21 સપ્ટેમ્બર: A1 વિરુદ્ધ A2 – સાંજે 7.30 વાગ્યે – દુબઈ
23 સપ્ટેમ્બર: A2 વિરુદ્ધ B1 – સાંજે 7.30 વાગ્યે – અબૂ ધાબી
24 સપ્ટેમ્બર: A1 વિરુદ્ધ B2 – સાંજે 7.30 વાગ્યે – દુબઈ
25 સપ્ટેમ્બર: A2 વિરુદ્ધ B2 – સાંજે 7.30 વાગ્યે – દુબઈ
26 સપ્ટેમ્બર: A1 વિરુદ્ધ B1 – સાંજે 7.30 વાગ્યે – દુબઈ
ફાઈનલ : 28 સપ્ટેમ્બર – સાંજે 7.30 વાગ્યે –દુબઈ

Latest Stories