વિધાનસભા ચૂંટણીની તૈયારી ! કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ 4 રાજ્યોના નેતાઓ સાથે બેઠક શરૂ કરી

કોંગ્રેસ નેતૃત્વ આજથી ચાર રાજ્યોના નેતાઓ સાથે આગામી ચાર દિવસ સુધી રણનીતિની બેઠક યોજવા જઈ રહ્યું છે. આ ચાર રાજ્યો છે – ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર.

New Update
Congress

કોંગ્રેસ નેતૃત્વ આજથી ચાર રાજ્યોના નેતાઓ સાથે આગામી ચાર દિવસ સુધી રણનીતિની બેઠક યોજવા જઈ રહ્યું છે. આ ચાર રાજ્યો છે – ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર. જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી આગામી ચાર દિવસ સુધી ચાર રાજ્યોના પાર્ટી નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરશે.આ રણનીતિ બેઠક ઝારખંડથી શરૂ થઈ છે. દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઝારખંડ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજાય હતી. આ પછી ખડગે અને રાહુલ 25 જૂને મહારાષ્ટ્ર, 26 જૂને હરિયાણા અને 27 જૂને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે.

Latest Stories