ભારતમાં ઓછામાં ઓછા 276 કોવિડ-19 કેસ નોંધાયા, એક્ટિવ કેસની કુલ સંખ્યા 4,302 થઈ

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 276 કોવિડ-19 કેસ નોંધાયા છે, જેનાથી એક્ટિવ કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,302 થઈ ગઈ છે, જેમાં કેરળમાં સૌથી વધુ 1,373 કેસ નોંધાયા

New Update
દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 276 કોવિડ-19 કેસ નોંધાયા છે, જેનાથી એક્ટિવ કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,302 થઈ ગઈ છે, જેમાં કેરળમાં સૌથી વધુ 1,373 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 510, ગુજરાતમાં 461 અને પશ્ચિમ બંગાળમાં 432 કેસ નોંધાયા છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ઓછામાં ઓછા 457 કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 44 કોવિડ-સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા સાત મૃત્યુ નોંધાયા છે, જેમાંથી ચાર મહારાષ્ટ્રમાં છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત અને દિલ્હીમાં પણ કોવિડ-સંબંધિત એક-એક મૃત્યુ નોંધાયુ છે.

આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ડૉ. સુનિતા શર્માની અધ્યક્ષતામાં 2 અને 3 જૂનના રોજ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી

Latest Stories