Connect Gujarat
દેશ

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતના પ્રવાસે,જાણો સંપૂણ કાર્યક્રમ

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતના પ્રવાસે,જાણો સંપૂણ કાર્યક્રમ
X

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બાબા આજે સવારે ચાર્ટડ પ્લેન મારફતે સવારે 11 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી બાબા સીધા જ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનની મુલાકાતે પહોંચશે. જ્યાં બાબા દેવકીનંદન સાથે ભોજન લીધા બાદ સાંજે વટવાના શ્રીરામ મેદાનમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. અહીં ત્રણ કલાકના રોકાણ બાદ સાંજે છ વાગ્યે બાબા ચુસ્ત સુરક્ષા ખાતે સુરત જવા રવાના થશે.

આવતીકાલથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે.

તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે.

જ્યારે 29 અને 30 મેના બાબાનો દરબાર અમદાવાદમાં યોજાશે. અમદાવાદના ચાણક્યપુરી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાશે. અહીં પણ દૈનિક લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે. તો અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી બાબા સીધા જ રાજકોટ પહોંચશે.

Next Story