Connect Gujarat
દેશ

પીએફઆઇ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ, ટેરર લિંકના આરોપમાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ સહિત 8 સંગઠનો પર પણ કાર્યવાહી

કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ લાવવાની માંગ કરી હતી.

પીએફઆઇ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ, ટેરર લિંકના આરોપમાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ સહિત 8 સંગઠનો પર પણ કાર્યવાહી
X

કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ લાવવાની માંગ કરી હતી. તાજેતરમાં જ NIA અને અનેક રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI ઉપરાંત 8 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.પીએફઆઈ ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવા સહયોગી સંગઠનોને ગેરકાયદેસર સંગઠનો (unlawful association) જાહેર કરવામાં આવ્યા છે.

Next Story