/connect-gujarat/media/media_files/2026/01/05/vri-2026-01-05-09-31-15.jpg)
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને ઇતિહાસ રચ્યો છે. તેને T20 ક્રિકેટમાં 400 વિકેટ લઈને ઇતિહાસ બનાવ્યો છે જે સૌથી ઓછી મેચોમાં આ સિદ્ધિ મેળવનાર સૌથી ઝડપી ફાસ્ટ બોલર બન્યો છે. મુસ્તાફિઝુરે પાકિસ્તાનના વહાબ રિયાઝને પાછળ છોડી દીધો છે.
મુસ્તાફિઝુર રહેમાન T20 ક્રિકેટમાં 400 વિકેટ લેનાર સૌથી ઝડપી ફાસ્ટ બોલર બન્યો. તેને પાકિસ્તાનના વહાબ રિયાઝનો રેકોર્ડ તોડ્યો હતો, જેને 335 મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. તો મુસ્તાફિઝુરે 315 T20 મેચોમાં 400 વિકેટ લીધી છે.
મુસ્તાફિઝુર 400 T20 વિકેટ લેનાર બીજો બાંગ્લાદેશી બોલર બન્યો છે. અગાઉ શાકિબ અલ હસને આ રેકોર્ડ બનાવ્યો છે જેને 507 T20 વિકેટ લીધી હતી. વિશ્વમાં માત્ર 11 બોલરોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનના નામે સૌથી વધુ T20 વિકેટ લેવાનો રેકોર્ડ છે. રાશિદે 508 મેચોમાં 687 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો 631 વિકેટ સાથે બીજા નંબરે છે, ત્યાર બાદ સુનીલ નારાયણ 609 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.