BCCIએ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-A ટીમની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-A ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કેટલાક જાણીતા અને ઉભરતા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું

New Update
team

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-A ટીમની જાહેરાત કરી દીધી છે.

આ ટીમમાં કેટલાક જાણીતા અને ઉભરતા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અમુક મોટા નામોની ગેરહાજરી પણ જોવા મળી છે. ખાસ કરીને, બેટ્સમેન શ્રેયસ ઐયરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇન્ડિયા-A ટીમ કુલ ત્રણ મેચ રમશે. આ પૈકી બે મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે અને એક મેચ ભારતીય સિનિયર ટીમ સામે રમાશે. પહેલી મેચ ઇંગ્લેન્ડ લાયન્સ સામે ૩૦ મે થી ૨ જૂન દરમિયાન, બીજી મેચ ૬ જૂન થી ૯ જૂન દરમિયાન, અને સિનિયર ભારતીય ટીમ સામેની મેચ ૧૩ થી ૧૬ જૂન દરમિયાન રમાશે. સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર અભિમન્યુ ઈશ્વરનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલને વાઇસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારત A ટીમ:

  • અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • કરુણ નાયર
  • ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર)
  • નીતીશ કુમાર રેડ્ડી
  • શાર્દુલ ઠાકુર
  • ઈશાન કિશન (વિકેટકીપર)
  • માનવ સુથાર
  • તનુષ કોટિયન
  • મુકેશ કુમાર
  • આકાશ દીપ
  • હર્ષિત અહેમદ
  • હર્ષિત ગજબુલ
  • એન. સરફરાઝ ખાન
  • તુષાર દેશપાંડે
  • હર્ષ દુબે
Latest Stories