BCCI એ મહિલા ક્રિકેટરોને એક મોટી આપી ખુશખબર, ઘરેલુ ક્રિકેટમાં મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ જેટલી જ મેચ ફી મળશે

ભારતીય મહિલા ક્રિકેટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ભારતીય મહિલા ટીમે 2025ની વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત પછી

New Update
bcci

ભારતીય મહિલા ક્રિકેટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ભારતીય મહિલા ટીમે 2025ની વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત પછી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરોને એક મોટી ખુશખબર આપી છે. BCCI એ ઘરેલુ મહિલા ક્રિકેટમાં મેચ ફી અંગે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ઘરેલુ ક્રિકેટમાં મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ જેટલી જ મેચ ફી મળશે. આ નિર્ણયને મહિલા ક્રિકેટ માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

નવા નિર્ણય મુજબ ઘરેલુ વનડે અને મલ્ટી-ડે મેચોમાં રમતી મહિલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા બદલ દરરોજ 50 હજાર રૂપિયા મળશે. જો ખેલાડી રિઝર્વ તરીકે ટીમમાં હોય તો તેને પ્રતિ મેચ 25 હજાર રૂપિયા મળશે. T20 ફોર્મેટની વાત કરીએ તો પ્લેઇંગ ઇલેવનમાં રમનાર મહિલા ખેલાડીઓને પ્રતિ મેચ 25 હજાર રૂપિયા મળશે જ્યારે બેન્ચ પર રહેનાર ખેલાડીઓને 12,500 રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સિનિયર મહિલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં હોવા બદલ માત્ર 20 હજાર રૂપિયા મળતા હતા અને રિઝર્વ ખેલાડીઓને 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. એટલે કે હવે મેચ ફીમાં બમણાથી પણ વધુ વધારો થયો છે.BCCI એ જુનિયર સ્તરની મહિલા ટુર્નામેન્ટમાં પણ સમાનતા લાગુ કરી છે. બહુ-દિવસીય અને વનડે મેચોમાં જુનિયર સ્તરની પ્લેઇંગ ઇલેવનને દરરોજ 25 હજાર રૂપિયા મળશે અને રિઝર્વ ખેલાડીઓને 12,500 રૂપિયા મળશે. T20 મેચોમાં જુનિયર પ્લેઇંગ ઇલેવનને 12,500 રૂપિયા અને અન્ય ખેલાડીઓને 6,250 રૂપિયા પ્રતિ મેચ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી યુવા મહિલા ક્રિકેટરોને પણ આગળ વધવાની મોટી તક મળશે.

Latest Stories