Connect Gujarat
દેશ

તૈયાર રહેજો: 15 માર્ચથી આકરા ઉનાળાની હવામાન વિભાગની આગાહી

તૈયાર રહેજો: 15 માર્ચથી આકરા ઉનાળાની હવામાન વિભાગની આગાહી
X

સામાન્ય રીતે માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે બરફવર્ષા, વરસાદ અને કરાવર્ષાને કારણે વાતાવરણમાં ઠંડકભર્યો પલટો આવ્યો છે. શનિવારે દેશનાં 8 રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ અને કરાવર્ષા થઈ હતી.હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પણ વરસાદ અને કરાની વર્ષા થઈ હતી.

બીજી તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ વગેરે રાજ્યોમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે પાકિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પંજાબ પર હળવું દબાણ સર્જાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમી મધ્ય પ્રદેશ સુધી એક ટ્રફ લાન રચાતાં વરસાદ અને કરાંવર્ષાની સ્થિતિ સર્જાઈ છે. વિભાગે જણાવ્યું હતું કે 14 માર્ચ સુધી નિર્ધારિત હિમાલયનિ વિસ્તારમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની વકી છે. ત્યાર પછી માર્ચ પૂરો થતાં સુધીમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે.સોમવારે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં બરફવર્ષાની વકી છે. અન્ય સ્થળે રાહત મળશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી અને મધ્ય પ્રદેશ, રાજસ્થાન કોરા રહેશે. આગામી 2 સપ્તાહમાં હવામાન બદલાશે. 15 માર્ચ પછી ઉત્તર, ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધશે.

Next Story