હિમાચલ પ્રદેશમાં બરફનો ચાદર પથરાઈ
બરફ વર્ષાનો પ્રારંભ થતાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા
સ્નોફોલ જોવા આવતા પ્રવાસીઓમાં ખુશી
શિમલા, ફુફરી સહિતનાં વિસ્તારોમાં થઈ બરફ વર્ષા
ઉત્તર ભારતમાં આવેલ હિમાચલ પ્રદેશમાં લાંબા સમયથી બરફ વર્ષાની જોવાતી રાહનો અંત આવ્યો છે. બહારથી હિમ વર્ષા નિહાળવા આવેલ પ્રવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. લાંબા સમયની રાહ જોયા બાદ હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. હિમવર્ષા બાદ રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શિમલાના કુફરીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષા બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે એટલું જ નહીં પરંતુ પ્રવાસીઓનો ધસારો વધવાને કારણે હવામાનમાં પણ સુધારો થયો છે. બહારના રાજ્યોના પ્રવાસીઓ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં હિમવર્ષા થઈ ન હતી, પરંતુ જાન્યુઆરીના છેલ્લા દિવસે થયેલી હિમવર્ષાએ સૌને ખુશ કરી દીધા છે. બહારના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, હિમવર્ષા વિશે માહિતીની જાણ થતાં જ તે હિમવર્ષાની મજા માણવા કુફરી પહોંચી ગયા હતા.
ગુજરાતથી શિમલામાં કુફરીની મુલાકાત લેવા આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, તે પહેલીવાર શિમલાની મુલાકાતે આવ્યો છે. રાત્રે અચાનક હવામાન ખરાબ થઈ ગયું એટલે બરફવર્ષા થવાની આશા જાગી હતી, હવે ચારે બાજુ સફેદ ચાદર પથરાયેલી જોઈ તેઓ ખુશ ગયા છે. પહેલીવાર હિમવર્ષા જોઈ અને તે આ સુંદર તસવીર પોતાની આખી જીંદગીની યાદ તરીકે પોતાની સાથે લઈ રહ્યો છે.