બેંગલુરુ:કચરો વીણનારાને બેગમાંથી 30 લાખ યુએસ ડોલર મળ્યા,પોલીસને સોંપી માનવતાની મહેક પ્રસરાવી

New Update
બેંગલુરુ:કચરો વીણનારાને બેગમાંથી 30 લાખ યુએસ ડોલર મળ્યા,પોલીસને સોંપી માનવતાની મહેક પ્રસરાવી

બેંગલુરુમાં એક કચરો વીણનારાને 3 નવેમ્બરના રોજ રેલ્વે ટ્રેક પર પડેલી બેગમાંથી 30 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. બેગમાં યુનાઈટેડ નેશન્સ (UN) સ્ટેમ્પ સાથેનું લેટરહેડ હતું. વ્યક્તિએ આ બેગ 5 નવેમ્બરે પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે સુલેમાન શેખ નામના એક વ્યક્તિને એક બેગમાંથી યુએસ કરન્સીના 23 બંડલ મળી આવ્યા હતા. તેણે બેગ પોલીસને સોંપી દીધી છે. સુલેમાન પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાનો રહેવાસી છે. નવેમ્બરના રોજ સુલેમાન બેંગલુરુના નાગાવારા રેલ્વે સ્ટેશન પર રાબેતા મુજબ પ્લાસ્ટિક અને બોટલો એકઠી કરી રહ્યો હતો. ત્યારે તેણે કચરાના ઢગલામાં એક કાળી થેલી જોઈ. જ્યારે તેણે થેલી ઉપાડી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેમાં કંઈક ભરેલું હતું. સુલેમાને બેગ ખોલી તો તેમાં અમેરિકન કરન્સીના 23 બંડલ હતા. સુલેમાન એ બેગ લઈને ઘરે ગયો.5 નવેમ્બરે સુલેમાને તેના બોસ બાપ્પાને આ ઘટના વિશે જાણ કરી અને તેને બેગ સોંપી દીધી. બેગમાં અમેરિકન કરન્સી અને યુએન લેટરહેડ જોઈને બાપ્પા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ સામાજિક કાર્યકર્તા અને સ્વરાજ ઈન્ડિયાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય આર કલીમુલ્લાનો સંપર્ક કર્યો, જેઓ સુલેમાન અને બાપ્પાને બેંગલુરુના કમિશનર બી દયાનંદની ઓફિસ લઈ ગયા. બંનેએ બેગ કમિશનર બી દયાનંદને આપી હતી, જેમણે તેને તપાસ માટે રિઝર્વ બેંકને મોકલી હતી.

Latest Stories