આજે લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઈ અપાશે ભારત રત્ન પુરાષ્કાર, PM મોદી રહેશે હાજર

New Update
આજે લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઈ અપાશે ભારત રત્ન પુરાષ્કાર, PM મોદી રહેશે હાજર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ઘરે જશે અને તેમનું સન્માન કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે.ન્યૂઝ એજન્સી ANIએ કહ્યું કે અડવાણીની ખરાબ તબિયતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર તેઓ BJP અને RSS સાથે જોડાયેલા ત્રીજા નેતા છે.રાષ્ટ્રપતિએ શનિવારે (30 માર્ચ) રાષ્ટ્રપતિ ભવન ખાતે 4 વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન એનાયત કર્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન.સામેલ છે.

Latest Stories