/connect-gujarat/media/media_files/2025/04/09/fgq1iA0wJyJmS3nYBJiU.jpg)
ADR એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સોમવારે એક રિપોર્ટ બહાર પાડ્યો. ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ દાન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ 2243 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે.
દેશના રાષ્ટ્રીય રાજકીય પક્ષોમાં આ સૌથી વધુ છે.રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનની કુલ રકમ 2,544.28 કરોડ રૂપિયા છે, જે 12,547 દાતાઓ પાસેથી મળ્યા હતા. આ આંકડો ગયા વર્ષ કરતા 199 ટકા વધુ છે. કુલ જાહેર કરાયેલા દાનમાં એકલા ભાજપનો હિસ્સો 88 ટકા છે. કોંગ્રેસ 1,994 દાતાઓ પાસેથી 281.48 કરોડ રૂપિયાના દાન સાથે બીજા ક્રમે રહી, જે ભાજપ કરતાં ઘણું ઓછું છે.રિપોર્ટ અનુસાર, ભાજપને મળેલું દાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP) અને CPI-Mને મળેલા કુલ દાન કરતાં 6 ગણું વધારે છે.આ અહેવાલમાં ચૂંટણી પંચના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે દેશના 6 રાષ્ટ્રીય પક્ષોને મળેલ કુલ ₹ 2,544.28 કરોડના દાનની માહિતી આપવામાં આવી હતી.આ રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), AAP, CPI(M) અને NPEPનો સમાવેશ થાય છે.