ભરૂચ : વર્ષ 2018માં ઝઘડિયાના તલોદરા ગામે પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગામજનો જણાવ્યા મુજબ તળાવમાં

New Update
caaaacac
ભરૂચના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે રહેતા આરોપી રમેશભાઈ ઉર્ફે રામશો શાંતુભાઇ વસાવા  તથા મરણજનાર બહેન વચ્ચે પ્રેમ સબંધ હતો અને મરણજનાર બહેન છેલ્લા બે મહિનાથી આરોપીને મળવા માંગતા ના હતા. ગઈ તા.૦૯/૦૬/૨૦૧૮ ના રોજ તલોદરા ગામની સીમમા મરણજનાર પોતાના ખેતરે તુવેર નિંદવા ગયેલા તે વખતે આરોપી મરણજનાર બહેન ખેતર ગયેલ હતી ત્યાં ગયેલ અને એકલતાનો લાભ લઇ ગળામા કુહાડી મારી હત્યા કરી હતી.ઝઘડિયા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ કેસ સેસન્સ કોર્ટ અંકલેશ્વર ખાતે ચાલી જતા તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ  કોર્ટે આરોપીને આજીવન કેદ ની સજા તથા રૂ.૨૫,૦૦૦/- દંડ ફટકારતો હુકમ કર્યો છે.
 
Latest Stories