/connect-gujarat/media/media_files/2025/12/02/mixcollage-02-dec-2025-10-31-pm-644-2025-12-02-22-32-19.jpg)
ભરૂચના હાંસોટના આમોદ ગામ નજીક આવેલ ખાનગી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે પંડવાઈ અને આમોદ ગામ નજીક આવેલ કબીર ટેક્સોફેબ કંપનીમાં આજરોજ રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.
https://www.instagram.com/reel/DRw_nvCDiL6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ અંગેની જાણ કરવામાં આવતા જ એક પછી એક 3 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ મામલતદાર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહની થઈ ન હતી. જોકે કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી