New Update
ભરૂચમાં અકસ્માતની ઘટના
ઝાડેશ્વર ઓવરબ્રિજ પર અકસ્માત
ઉભેલા ટેન્કર પાછળ ટેમ્પો ભટકાયો
ટેમ્પો ચાલક કેબિનમાં ફસાયો
રેસ્ક્યુ ઓપરેશન દ્વારા જીવ બચાવાયો
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ધડાકાભેર ભટકાતા ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવ્યો હતો
ભરૂચ નજીક NH 48 પર ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર યાંત્રિક ખામીના કારણે ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા આ અકસ્માત થયો હતો.અકસ્માતમાં ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ ચાલકને સહી-સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.ચાલકને પગમાં ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.
Latest Stories