Connect Gujarat
દેશ

NPCIએ લીધો મોટો નિર્ણય, 'Paytm' App પર ચાલુ રહેશે UPI સેવા, HDFC સહિત 4 બેન્કો સાથે કરાર થયો

NPCIએ લીધો મોટો નિર્ણય, Paytm App પર ચાલુ રહેશે UPI સેવા, HDFC સહિત 4 બેન્કો સાથે કરાર થયો
X

હવે UPI સેવા ભારતની ફિનટેક કંપની Paytm પર સતત ચાલુ રહેશે. આજે એટલે કે 14 માર્ચે, તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) માટે જરૂરી લાઇસન્સ પ્રાપ્ત થયું છે.

Axis Bank, HDFC બેંક, SBI અને યસ બેંક Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) બેંક તરીકે કામ કરશે.

NPCI એ Paytm ને @paytm હેન્ડલ સાથેના તમામ UPI એકાઉન્ટને શક્ય તેટલી વહેલી તકે તે ચાર બેંકોમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. Paytm શક્ય હોય ત્યાં સુધી તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ ખાતાઓને 4 ચુકવણી સેવા પ્રદાતા બેંકોમાં સ્થાનાંતરિત કરશે.

Next Story